Advertisement

ખાનગી કંપનીમાં પાંચ કરોડના કામનો કોન્ટ્રાક્ટ મેળવવા મેનેજરનું ફિલ્મી ઢબે અપહરણ

જામનગર તા. ૨૪ઃ ખંભાળિયા નજીકની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી એક પેઢીના મેનેજરને સપ્તાહ પૂર્વે ખંભાળિયાના ટીંબડી ગામના એક શખ્સ અને તેના ત્રણ સાગરીતોએ ધોરીમાર્ગ પર આંતરી લઈ ભય પ્રસરાવી અપહરણ કર્યું હતું. રૃા. પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા આ શખ્સોએ ખાનગી પેઢીના મેનેજરને ફોન કરી સતત ધમકાવ્યો પણ હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના સરૃ સેકશન રોડ પર ગુરૃકૃપા હાઈટ્સ નામની ઈમારતમાં વસવાટ કરતાં મૂળ બિહાર રાજ્યના પટણાના વતની અને ખંભાળિયા નજીકની નયારા એનર્જી કંપનીમાં કામ કરતી એક પેઢીમાં મેનેજરની નોકરી કરતાં પવનકુમાર મનીન્દર શર્મા નામના આસામી ગઈ તા. ૧૫ની સાંજે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામના પાટીયા પાસેથી ઈનોવા મોટરમાં પસાર થતા હતા ત્યારે અચાનક જ જીજે-૨૩-સીઈ-૭૭૭૭ નંબરની ક્રેટા મોટર ધસી આવી હતી.

તે મોટરમાંથી ઉતરેલા ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના રણજિતસિંહ કલુભા જાડેજા ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ અને ત્રણ અજાણ્યા  શખ્સે ઈનોવાને રોકાવી હતી. તે પછી આ શખ્સોએ પવનકુમારને લાકડી વગેરે હથિયારો બતાવી તેમને મોટરમાંથી ઉતરાવ્યા પછી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી અને પોતાની ક્રેટા મોટરમાં પવનકુમારને બેસાડી દઈ તેઓનું અપહરણ કર્યું હતું.

ત્યારપછી આ શખ્સોની ગિરફતમાંથી માંડ છૂટેલા પવનકુમારને ફોન પર પણ ધમકીઓ અપાતી હતી. તેઓ જે કંપનીના નવા પ્રોજેક્ટમાં ટેકનીક ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં કામ કરે છે તે કંપનીમાંથી રૃા. પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ આપવા આ શખ્સો બળજબરી કરતાં હતાં પરંતુ પવનકુમાર દાદ આપતા ન હોય આ શખ્સોએ તેઓનું હાઈવે પરથી અપહરણ કર્યું હતું. આ બાબતની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાંં પોલીસે રણજિતસિંહ તેમજ ત્રણ અજાણ્યા શખ્સ સામે આઈપીસી ૩૪૧, ૩૪૨, ૩૬૫, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૧), ૫૦૬(૨), ૧૧૪, જી. પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ શરૃ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit