આત્મનિર્ભર સહાય યોજનાના ફોર્મ સહિતની પ્રક્રિયા ઓનલાઈન કરવા રજૂઆત

ભાટિયા તા. ર૩ઃ રાજય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વ્યાપારીઓ, કારીગરો, પરંપરાગત વ્યવસાયિકો શ્રમિકો વિગેરે માટે 'આત્મનિર્ભર સહાય યોજના' દ્વારા રૃા. ૧ લાખ સુધીની લોન નજીવા વ્યાજ દરે આપવાની જાહેરાતને કારણે રાજ્યના મધ્યમવર્ગમાં નવી આશાનો સંચાર થયો છે. આ યોજના સુચારૃરૃપે છેેવાડાના જરૃરિયાતમંદ સુધી પહોંચે તે માટે કલ્યાણપુર તાલુકા ભાજપ મંત્રી કેતનભાઈ મોટલાએ રાજયના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી કેટલાંક સૂચનો સાથે રજૂઆત કરી છે.

આ યોજનામાં સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ માટે પ્રતિષ્ઠિત વ્યક્તિ જેવા કે, સ્થાનિક વેપારી એસોસિએશનના હોદ્દેદાર અને સ્થાનિક રાજકીય કે સામાજિક આગેવાનના વ્યવસાયની ઓળખ અંગે અભિપ્રાયપત્ર ફરજીયાત બનાવવા જોઈએ. આ યોજનાના ફોર્મ ઓફલાઈન કરતા ઓનલાઈન અરજી મંગાવવી, જેથી હાલની વિકટ પરિસ્થિતિમાં ખોટી ભીડ ન થાય અને સ્પેશ્યલ ડીસ્ટન્સ જળવાય. હાલ મે-જૂન, જુલાઈ માસમાં મોટેભાગે સહકારી બેંકો પાસે ખેડૂતોના ધિરાણની કામગીરી બહોળા પ્રમાણમાં હોય છે. આ બેંકો ઓનલાઈન પદ્ધતિ દ્વારા જ લોન મંજૂરી અંગે તમામ કાર્યવાહી કરવામાં આવે તો પ્રજાને સરળતા રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit