મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૮ મા સમૂહલગ્ન

જામનગર તા. ૧૫ઃ મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ-જામનગર દ્વારા તા. ૧પ-૧-ર૦ર૦ ના ૧૮ મા સમૂહલગનનું સમાજવાડી, ઢીંચડામાં આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહલગ્નમાં વિવિધ માંગલિક પ્રસંગોમાં ગણેશ સ્થાપન-મંડપ મુહૂર્ત સવારે ૧૦ કલાકે, ભોજન સમારંભ બપોરે ર થી ૬, હસ્તમેળાપ સાંજે ૭ વાગ્યે અને સન્માન રાત્રે ૮ વાગ્યે કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં આગેવાનો, ધર્મગુરુ, દાતાઓ ઉપસ્થિત રહેશે અને   નવ દંપતીઓને આશીર્વચન પાઠવશે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, વિપક્ષના નેતા અલ્તાફ ખફી, દિગુભા જાડેજા, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, કરસનભાઈ માતંગ, ગિરીશભાઈ માતંગ, સંજયભાઈ માતંગ, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ, ભીખાભાઈ જાદવ, લાલાભાઈ ગોરડિયા, રાણાભાઈ વારસાખિયા, દેવસીભાઈ કરમુર,  રામભાઈ માતંગ, વશરામભાઈ કનૈયા,  વગેરે હાજરી આપશે.

આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સુરેશભાઈ માતંગ, જયંત વારસાખિયા (એડવોકેટ), ગંગાભાઈ માતંગ, માધવભાઈ ડગરા, દિપુભાઈ પારિયા, ભીખુભાઈ યાદવ, ભરતભાઈ ધુલિયા, વિરજીભાઈ રોશિયા, લાખાભાઈ ફફલ, રાજેશભાઈ જાદવ, વિજય તંઝાર, કેશુભાઈ પરમાર, તુષારભાઈ માતંગ કિશનભાઈ નંઝાર, બિપીનભાઈ ધુલિયા વગેરે જહેમત ઊઠવી રહ્યા છે.

close
Ank Bandh
close
PPE Kit