ટીપીએસના અધિકારીનો વિદાય સમારોહ યોજાયો

જામનગર તા. ૬ઃ જામનગર તાલુકાના સિક્કા સ્થિત થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવતા કાર્યવાહક એક સિક્યુરિટી(એચ.આર.) એન.ડી. ત્રિવેદી, વય મર્યાદાના કારણે ફરજ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પાવર સ્ટેશનના વડા મુખ્ય ઈજનેર સી.આર. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત વડોદરા વડી કચેરીના કા.યા.મુખ્ય ઈજનેર (જનરેશન) વાય.એસ. ગણવીત વિશેષે મુખ્ય ઈજનેર આર.એચ. કહાર, કા.ઈ. ડી.જી.એચ. કે.બી. સોલંકી, એસ.ઈ. એમ.ડી. મુંધવા, ડી.એમ.જોષી, આર.એસ. કાલરીયા, બી.ડી.શાહ, બી.પી. પટેલ, બી.જી. ચંદારાણા, એચ.કે. પ્રજાપતિ, એ. ટી.સીતાપરા તથા અન્ય અધિકારીઓ કર્મચારીઓ, યુનિયનનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. નિવૃત્ત થઈ રહેલા એન.ડી. ત્રિવેદીને સિક્કા ધુવારણ.પ્રાન્ધો પાવર સ્ટેશનના યુનિયનનાં હોદ્દેદારોએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમની શરૃઆત ટી.એ.મ ઠાકરીયાએ કરાવી હતી. તો શ્રી પ્રજાપતિ દ્વારા તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઉપરાંત વાય.એસ. ગણવીત પાવર સ્ટેશનના વડા ચૌધરી વગેરેએ પણ નિવૃતિ બદલ શુભેચ્છાઓ પાઠવી કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગ્નેશ રાવલએ કર્યું હતું.

close
Ank Bandh 29 March
close
PPE Kit