Advertisement

કાલાવડ નાકા પાસે આઈપીએલની મેચમાં સટ્ટો રમતો એક શખ્સ ઝબ્બે

જામનગર તા. ૨૭ઃ જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં ગઈકાલની આઈપીએલની મેચ પર રનફેર વગેરેનો જુગાર રમતો ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી કપાત લેતા શખ્સનું નામ ખુલ્યું હતું.

જામનગરના દરબારગઢ વિસ્તાર ૫ાસે આવેલી આઈસ્ક્રીમની એક દુકાન પાસે ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે એક શખ્સ જાહેરમાં ઉભો રહી પોતાના મોબાઈલમાં હાલમાં યુએઈમાં રમાતી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના ગઈકાલના બેંગ્લોર તથા મુંબઈની ટીમ વચ્ચેના ટી-૨૦ મેચનું પ્રસારણ નિહાળી તેના પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા પોલીસ દોડી હતી.

ત્યાંથી ગોલારાણાના ડેલામાં રહેતો મયૂર નરસીભાઈ બોરસરા ઉર્ફે ગલી ગોલારાણા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. આ શખ્સનો મોબાઈલ ચેક કરાતા તે શખ્સ સેતાવાડવાળા હાર્દિક સોની ૫ાસે સોદાની કપાત કરાવતો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેનો મોબાઈલ તથા રૃા. ૧૮૦૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit