Advertisement

ગુરૃદ્વારા પાસે બાઈક સ્લીપ થતાં યુવાન ઘવાયો

ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાંથી ગઈકાલે સાંજે સ્વામીનારાયણનગર વિસ્તારમાં રહેતો ભાવિક બિપીનભાઈ મકવાણા (ઉ.વ. ૨૯) નામનો યુવાન પોતાના મોટરસાયકલ પર પસાર થતો હતો ત્યારે કોઈ રીતે તેનું બાઈક સ્લીપ થઈ જતાં આ યુવાન ફેંકાઈ ગયો હતો.  માથા તેમજ હાથ-પગમાં ઈજા પામેલા આ યુવાનને તે વેળાએ જ ત્યાંથી પસાર થતી ફાયરબ્રિગેડની જીપમાં જઈ રહેલા ફાયર કર્મચારી રોહિત મહેતા તથા મનસુખભાઈ મકવાણાએ જોયા પછી તે યુવાનને ૧૦૮ લેવા આવે તે પહેલાં જ યુદ્ધના ધોરણે જીપમાં મૂકી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડયો હતો. આ યુવાનને સારવાર આપવાનું શરૃ કરાયા પછી વધુ સારવાર માટે હાયરસ્ટેશન ખસેડવામાં આવ્યો છે. અગ્નિશમનનો કોલ આવતાં ત્યાં ગયેલા ફાયરબ્રિગેડના ઉપરોકત બન્ને કર્મચારીએ ભાવિકને તાત્કાલિક સારવાર માટે ખસેડતાં ફાયરના જવાનોની પ્રસંશા થઈ રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit