Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીનો માહોલઃ
મુંબઈ તા. ૨૦: વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે ભારતીય શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા છે. ફેડ રિઝર્વે પણ વ્યાજના દરો જાળવી રાખતા આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે સેન્સેક્સ આજે પ્રારંભીક ૫૦૦થી વધુ પોઇન્ટના ઉછાળે ખુલ્યા બાદ ૯૦૦ પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. આ સાથે સેન્સેક્સે ૧૮ ટ્રેડિંગ સેશનના લાંબા સમય બાદ ૭૬૦૧૩.૮૨નું લેવલ ક્રોસ કર્યું છે.
નિફ્ટી પણ ૨૩૦૦૦નું લેવલ ક્રોસ કરી સુધારા તરફી ટ્રેડ થઈ રહૃાો છે. ૧૦.૨૮ વાગ્યે ૧૩૨.૫૫ પોઇન્ટના ઉછાળે ૨૩૦૪૦.૧૫ પર કારોબાર થઈ રહૃાો હતો. નિફ્ટી૫૦ ખાતે આજે ૩૮ શેર ગ્રીન ઝોનમાં અને ૧૨ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહૃાા હતાં. બેન્ક નિફ્ટી પણ ૧૭૭.૭૦ પોઇન્ટના ઉછાળે ટ્રેડેડ હતું.
અમેરિકાની ફેડ રિઝર્વે ગઈકાલે વ્યાજના દરો જાળવી રાખતા વર્ષ ૨૦૨૫માં બે વખત વ્યાજના દરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. જો કે, તે હજી આર્થિક સ્થિરતા અને ફુગાવાના જોખમનું આકલન કાઢવા માગે છે. ત્યારબાદ રેટ કટ કરશે. ફેડ રિઝર્વના આ નિવેદન સાથે અમેરિકી શેરબજારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડાઉ જોન્સ ૩૮૩.૩૨ પોઇન્ટ અને નાસડેક ૨૪૬.૬૭ પોઇન્ટ ઉછળ્યો હતો. ચીને પણ વ્યાજ દર યથાવત રાખતાં એશિયન બજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial