અર્થીંગ વાયરની ચોરીના ગુન્હામાં બેની અટકાયત

જામનગર તા. ૧ઃ કાલાવડની એક પવનચક્કી કંપનીની સાઈડ પરથી અર્થીંગ વાયરની ચોરીના નોંધાયેલા ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સ ઝડપાયા છે. તેઓએ અન્ય ચાર સાગરીતના નામ પોલીસને આપ્યા છે.

કાલાવડ તાલુકાના અરલા ગામમાં ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં બસ સ્ટેશન પાસેથી રાજકોટનો સુલેમાન સુમા ઘોડા અને જેન્તિ ભીમજીભાઈ ગોહેલ નામના બે શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતાં.

બન્ને શખ્સને પોલીસે અટકાયતમાં લઈ પુછપરછ કરતા તેઓએ થોડા મહિના પહેલાં કાલાવડમાં આવેલી વીન્ડ વર્લ્ડ નામની પવનચક્કીની કંપનીમાંથી રૃા. ૪૭,૦૦૦ની કિંમતના અર્થીંગ વાયર ચોર્યાની કબુલાત આપી છે. આ શખ્સોએ પોતાના સાગરીત ઓસમાણ હબીબ, કાદર હબીબ, રફીક જુસબ અને ઓસમાણ કાસમના નામ ઓકી નાખ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit