જામનગરની લેબમાં તપાસાયેલા ચોવીસમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ

જામનગર તા. ર૬ઃ નોવેલ કોરોના વાયરસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે ગઈકાલે ર૪ સેમ્પલો ટેસ્ટીંગ માટે જામનગરની હોસ્પિટલમાં આવ્યા હતાં. રાજકોટનો એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. બાકીના અન્ય તમામ ર૩ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ મળ્યા હતાં. જેમાં હાલારના ત્રણ શંકાસ્પદ દર્દીનો નેગેટીવ રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસ દિન-પ્રતિદિન વધુ પ્રસરી રહ્યો છે ત્યારે જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોના વાયરસના પરીક્ષણ માટે લેબોરેટરી કાર્યરત છે. ગઈકાલે રાજકોટના ૧પ, મોરબીના ૩, ભૂજના ર, પોરબંદરના ૧, જામનગરમાં બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક મળી કુલ ર૪ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પરિક્ષણ માટે આવ્યા હતાં. તેમાંથી એક માત્ર રાજકોટના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. જ્યારે હાલાર સહિત સૌરાષ્ટ્રને અન્ય તમામ ર૩ દર્દીના રિપોર્ટ નેગેટીવ મળ્યા હતાં. હાલ સ્થિતિ અંકુશમાં હોવાથી તંત્ર રાહત અનુભવી રહ્યું છે.

close
Nobat Subscription