જામનગર સહિત ર૦ શહેરોમાં લદાયો રાત્રિ કર્ફયુ

હાઈકોર્ટના નિર્દેશ પછી ગઈ રાત્રે કોરકમિટીમાં લેવાયા નિર્ણયોઃ

ગાંધીનગર તા. ૭ઃ ગઈકાલે હાઈકોર્ટે નિર્દેશ આપ્યા પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતાં.

ગુજરાત હાઈકોર્ટના લોકડાઉન અને કર્ફયુ સહિતના નિર્દેશને પગલે સીએમ વિજય રૃપાણીએ સાંજે કોર કમિટીની બેઠક માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા હતાં. રાજ્યના ર૦ જિલ્લામાં રાત્રે ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફયુ લગાવવામાં આવ્યો છે. ૩૦ એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ૩૦ એપ્રિલ સુધી દર શનિ-રવિ સરકારી કચેરીઓમાં રજા રહેશે. લગ્નપ્રસંગમાં માત્ર ૧૦૦ વ્યક્તિઓને મંજુરી આપવામાં આવી છે.

ગૃહમંત્રી, પ્રધાનમંત્રી કાર્યાલય પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિત શાહે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું છે. ભારત સરકાર તરફથી ખાસ ટીમ અહીં આવશે અને કોરોનાનું માર્ગદર્શન આપવામાં આવશે. જે રીતે કેસોની સંખયા વધી છે. ગુજરાત સરકારે ૩ લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એટલે રેમડેસિવિરની અછત નહીં સર્જાય. ઓક્સિજન નિર્માતાઓને ૭૦ ટકા ઓક્સિજન આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવો પડશે અને ૩૦ ટકા ઔદ્યોગિક વપરાશ માટે મોકલી શકાશે, તેવી માહિતી અપાઈ હતી.

સીએમ રૃપાણીએ આગળ જણાવ્યું કે, આજે હાઈકોર્ટે સરકારને સલાહ અને માર્ગદર્શન આપતા અમે નિર્ણય કર્યો છે કે, ર૦ શહેરોમાં કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફયુ હતો જ પણ હવે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૃચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઈટ કર્ફયુ લાગુ થશે. આ ર૦ શહેરોમાં હવે રાત્રે ૯ વાગ્યાના બદલે ૮ વાગ્યાથી કર્ફયુ લાગુ કરવામાં આવશે અને સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ લાગુ થશે અને આ કર્ફયુ ૩૦ એપ્રિલ સુધી લાગુ થશે. લગ્નપ્રસંગમાં ૧૦ મી એપ્રિલથી ૧૦૦ લોકોને જ છૂટ આપવામાં આવશે.

close
Ank Bandh 29 March
close
PPE Kit