વરસાદી પાણીના પ્રવાહથી દૂર રહેવા લોકોને જિલ્લાતંત્રની અપીલ

જામનગર તા.૧૬ઃ આ વર્ષના ચોમાસા દરમિયાન જામનગર જિલ્લામાં સરેરાશ વરસાદની સરખામણીએ હાલ સુધીમાં ૨૨૪ ટકા જેટલો વરસાદ નોંધાયેલ છે. જેના કારણે જિલ્લામાં આવેલ તમામ ડેમ અને તળાવો ઓવરફલો થયા છે. આ પરિસ્થિતિમાં લોકો દ્વારા ગફલતમાં રહી અને ખોટા સાહસ કરવાથી પાણીમાં ડૂબી જવાની અને વરસાદી પાણીના પ્રવામાં તણાઈ જવાથી માનવ મૃત્યુના બનાવ તાજેતરમાં બનવા પામ્યા છે.

જે અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, હાલ વરસાદની ઋતુ હજુ પૂર્ણ થયેલ નથી અને હજુ પણ વરસાદ પડવાની શકયતા રહેલી હોય, લોકોએ ગફલમાં ન રહેવું, અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહીં. બાળકોને આવા પાણીથી દૂર રાખવા તથા બિનજરૃરી સાહસ કરી પાણીમાં પ્રવાહમાં વાહનો પસાર કરવા નહીં. તેમજ જો કોઈ અઘટીત બનાવ બને તો સંબંધિત તાલુકાની તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અથવા જિલ્લાકક્ષાના કંટ્રોલ રૃમ ખાતે ફોન નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ ઉપર તુરત જ જાણ કરવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

close
Ank Bandh
close
PPE Kit