રાજકોટમાં કોરોનાથી દર કલાકે એક મત્યુ

ર૪ કલાકમાં ર૪ મૃત્યુ થતા હાહાકાર

રાજકોટ તા. ૭ઃ રાજકોટમાં    ર૪ કલાકમાં ર૪ મૃત્યુ થતા સરેરાશ દર  કલાકે એક દર્દીનો જીવ જઈ રહ્યો હોવાથી હાહાકાર મચ્યો છે.

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મૃત્યુ નિપજી રહ્યું છે. શહેરમાં ર૪ કલાકમાં ર૪ દર્દીના મૃત્યુ નિપજતા હાહાકાર મચ્યો હોવાથી આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. જો કે, આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. શહેરમાં કુલ કેસની સંખ્યા ર૦,૬૦૭ પર પહોંચી છે. તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં ૧૬૩ર દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે મંગળવારે ૧પ૩ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર હેઠળના જિલ્લા- કોર્પોરેશનને નવા ર૯ આઈએલઆર અને પ ડીપ ફ્રિઝરની ફાળવણી કરવામાં આવી છે.

રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૃરિયાતવાળા કુલ ર૩૦ દર્દીની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટરમાં સારવાર કરવામાં આવી રહી છે. રાજય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વાર કેન્સર હોસ્પિટલમાં ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઓક્સિજનની જરૃરિયાતવાળા ૧૭૭ દર્દીઓ અને ઓક્સિજનની જરૃરિયાત ન હોય તેવા ૧પ દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટમાં પંડિત દીનદયાળ હોસ્પિટલથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી છે. અહીં હાલ ૧૮૦ દર્દીઓને કોરોનાની સારવાર અપાઈ રહી છે, તેમ ડો. ઈલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.

જ્યારે સમરસ હોસ્ટેલમાં કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થકેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં ૧ર૪ ઓક્સિજનની જરૃરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલમાંથી ભલામણ કરાયેલા પ૦ દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલમાં વધારાના ૧૧ર દર્દીઓ માટે ઓક્સીજિનસભર બેડની સુવિધ પ્રાપ્ત થઈ શકશે આથી અહીં કુલ ર૩૬ ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ થઈ શકશે તેમ ડો. મેહુલકુમાર પરમારે જણાવ્યું હતું.

close
Ank Bandh 29 March
close
PPE Kit