Advertisement

દિવાળીના વેકેશનમાં તસ્કરે કરી લીધી બોણીઃ પ્રાથમિક શાળાના સીસીટીવી કેમેરા, વીજવાયર ચોરાયા

જામનગર તા. ૨૫ઃ ઓખામંડળમાં આવેલા મૂળવેલ ગામ સ્થિત પ્રાથમિક શાળામાં સરકારના જીઈસી પ્રોજેક્ટ અન્વયે સીસીટીવી કેમેરા, ડીવીઆર, મોનિટરની ફાળવણી કરાઈ હતી. તેમાંથી ચાર કેમેરા દિવાળીના વેકેશન દરમ્યાન શાળાની બિલ્ડીંગ ફરતેથી ચોરાઈ જતા એક શિક્ષકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તસ્કર કેમેરા અને ત્રીસ મીટર વીજવાયર પણ ઉપાડતા ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખામંડળમાં મૂળવેલ ગામની પ્રાથમિક શાળાને રાજ્યસરકારના જીઈસી પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં નવ સીસીટીવી કેમેરા, બે ડીવીઆર તથા એક મોનિટરની ફાળવણી કરવામાં આવી હતી.

તેમાંથી છ સીસીટીવી કેમેરા શાળાની ફરતે લગાવવામાં આવ્યા હતા. તે પછી તાજેતરમાં જ ધોરણ એકથી પાંચની શાળાઓ શરૃ કરવાનો નિર્ણય કરાતા મૂળવેલ પ્રાથમિક શાળા પણ શરૃ કરાઈ હતી. તે અંતર્ગત સોમવારે આ શાળામાં શિક્ષકની ફરજ બજાવતા કલ્યાણપર ગામના રાયમલભા સુમરાભા સુમણીયા શાળાએ આવતા તેઓએ શાળાની બહારના ભાગમાં લગાવવામાં આવેલા છમાંથી માત્ર બે જ કેમેરા નિહાળતા અન્ય શિક્ષકોને તેની જાણ કરી હતી. દિવાળીના વેકેશનના દિવસો દરમિયાન કોઈ તસ્કરો અંદાજે રૃા. બાવીસ હજારની કિંમતના ચાર સીસીટીવી કેમેરા કાઢી ગયા હતા અને અંદાજે ત્રીસ મીટર સર્વિસ વાયર પણ ચોરાઈ ગયો હતો. આ બાબતની રાયમલભાએ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit