ભગવતી ડેન્ટલ સેન્ટર દ્વારા ઓનલાઈન યુનિક ડ્રોઈંગ સ્પર્ધા

જામનગર તા. ર૬ઃ જામનગરના જાણીતા ડેન્ટીસ્ટ કેતન કારિયા દ્વારા ભગવતી ડેન્ટલ સેન્ટરના ઉપક્રમે ઓનલાઈન યુનિક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ દાંતનું ચિત્ર બનાવી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. દાંતનું સ્ટ્રક્ચર, કાર્ટૂન પણ રજૂ કરી શકાશે. ડ્રોઈંગનો ફોટો (મો. ૯૯રપપ ૪પપ૪પ) પર વોટ્સએપ કરવાનો રહેશે. ત્યારપછી સ્પર્ધકને રજિસ્ટ્રેશન અંગેનો મેસેજ આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે પ૦ રૃપિયા એન્ટ્રી ફી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ર૮-૩-ર૦ર૦ ને શનિવારે સાંજે ૪ કલાક સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પર્ધકો માટે કોઈ વયમર્યાદા નથી. જેટલા વધુ સ્પર્ધક થશે તો વિજેતાના સિદ્ધાંત આધારે જજીસ ચોઈસ તથા વ્ય્ૂઅર્સ ચોઈસ એમ બે કેટેગરીમાં  વિજેતાઓ જાહેર કરવામાં આવશે. જજીસ ચોઈસ કેટેગરીમાં ભગવતી ડેન્ટલ સેન્ટરના સ્ટાફ, ડોક્ટર તથા ડ્રોઈંગ એક્સપર્ટ નિર્ણાયક તરીકે વિજેતાઓ નક્કી કરશે. વ્યૂઅર્સ ચોઈસ કેટેગરીમાં ભગવતી ડેન્ટલ સેન્ટરના ઓફિશિયલ ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલા ડ્રોઈંગનો લાઈક, કોમેન્ટ્સ અને શેરીંગ વગેરે પરિબળોને આધારે વિજેતાઓનો નિર્ણય કરવામાં આવશે.

close
Nobat Subscription