Advertisement

રિટેઈલ વેપારી મહામંડળ-જામનગર દ્વારા પાર્કિંગ પોલિસી મુદ્દે વાંધાઓ રજૂઃ તંત્ર સ્પષ્ટતા કરશે ?

તંત્ર દ્વારા પાર્કિંગ પોલિસી મુદ્દે જનમતઃ

જામનગર તા. ર૭ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે, જેમાં .સમાવિષ્ટ નગરના મુખ્ય વિસ્તારોમાં જાહેર માર્ગો પર ટુ-વ્હીલર, ફોર વ્હીલર વાહન પર નિશ્ચિત ચાર્જ ચૂકવવો પડશે. પાર્કિંગ પોલિસી અમલમાં મૂકતા પૂર્વે તંત્ર દ્વારા આ અંગવે જનમતરૃપે સૂચનો-વાંધાઓ મંગાવવામાં આવ્યા છે.

રીટેઈલ વેપારી મહામંડળ દ્વારા આ અંગે મુદ્દાસર વિસ્તૃત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. જે શબ્દશઃ આ મુજબ છે.

(૧) પાર્કિંગ પોલિસી માટેના જાહેર કરાયેલા વિસ્તારોમાં દુકાનો ધરાવતા વેપારીઓ મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સ, સોલીડ વેસ્ટ ટેક્સ, વ્યવસાય વેરા વગેરે નિયમિત રીતે ભરે જ છે, અને વરસોથી પોતાની દુકાન પાસે (ધંધાના સ્થળે) પોતાના વાહનો પાર્ક કરે છે, તો હવે પોતાની દુકાન પાસે જ વાહન પાર્ક કરવાનો ચાર્જ રોજેરોજ ભરવો?

(ર) શહેરમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી એ મહાનગરપાલિકાની ફરજ છે. લોકો જ્યારે વાહન ખરીદે છે ત્યારે જ આજીવન રોડ ટેક્સ મહાનગરપાલિકાને ભરી જ દેતા હોય છે.

(૩) કોઈ ફોર વ્હીલવાળા વાહનધારક પોતાનું ફોર વ્હીલર નિયમ મુજબનો ચાર્જ ભરીને કોઈ વેપારીની દુકાન પાસે/આડે રાખી દે અને તેને કારણે જે તે વેપારીનો ધંધો ઠપ્પ થઈ જાય, ગ્રાહકો આવતા બંધ થઈ જાય, અને કોઈ કિસ્સામાં વાહનધારક-દુકાનદાર વેપારી વચ્ચે ઝઘડા થશે તો?

(૪) પાર્કિંગ પોલિસી હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરાયેલા માર્ગ ઉપર ટુ-વ્હીલર, ફોર વ્હીલર બે-ચાર કલાક માટે ચાર્જ ચૂકવીને પાર્ક કર્યા પછી વળી બીજા કોઈ વિસ્તારમાં પાર્ક કરવું હોય તો તેના માટે ફરી પાછો ચાર્જ ચૂકવવાનો? કે ર૪ કલાક માટેના પાર્કિંગ માટેના સત્તાવાર પાસ આપવામાં આવશે?

(પ) જાહેર કરાયેલા દરેક માર્ગ પર દરેક વખતે વાહનધારકો પાર્કિંગના નાણા શા માટે ચૂકવે?

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit