Advertisement

ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવવાના મુદ્દે અપહરણ કરનાર ટોળકીના ત્રણ ઝડપાયા

જામનગર તા. ૨૯ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી એક ખાનગી કંપનીની કોન્ટ્રાકટર પેઢીના મેનેજરનું અપહરણ કરવાના નોંધાયેલા ગુન્હામાં મેઘપર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગયા સપ્તાહે મોટરમાં જઈ રહેલા નયારા એનર્જી કંપનીની એક કોન્ટ્રાક્ટર પેઢીના મેનેજરને બીજી મોટરમાં ધસી આવેલા શખ્સોએ આંતરી લઈ અપહરણ કર્યા પછી છોડી મૂકયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. રૃા. પાંચેક કરોડના એક કોન્ટ્રાક્ટ માટે મેનેજર પવન મનિન્દરકુમાર શર્માને ઉપાડી જવાયાનું બહાર આવ્યું હતું. તેની ફરિયાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પોલીસે આરોપી પૈકીના ટીંબડી ગામના રણજિતસિંહ જાડેજા, માંઢાના ફિરોઝ તથા રમેશ નામના ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit