સુમિત્રા મહાજન ભાજપ અને મોદીથી નારાજ?ઃ વ્યથા ઠાલવી

નવી દિલ્હી તા. રઃ લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન ભાજપ અને મોદીથી નારાજ હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે.

લોકસભાના પૂર્વ સ્પીકર અને સતત આઠવાર સાંસદ રહેલા સુમિત્રા મહાજન મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના ઉચ્ચ શિક્ષણમંત્રીના ક્ષેત્રમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન રાજ્યપાલ સમક્ષ વાતવાતમાં તેણીએ પોતાની વ્યથા ઠાલવી હતી. મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષામંત્રી જીતુ પટવારીએ ઈન્દોરના બિજલપુર વિસ્તારમાં એક કાર્યક્રમ રાખેલો જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ લાલજી ટંડન મોજુદ હતાં. આ દરમિયાન મંચ પર ઉપસ્થિત સુમિત્રા મહાજને એવું કહ્યું કે જેનાથી રાજકીય વૂતળોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. તાઈએ કહ્યું કે કે તેણી ભાજપ અને મોદી બન્નેથી નારાજ છે.

મધ્યપ્રદેશમાં રાજ્યપાલ ટંડનની હાજરીમાં તેણીએ કહ્યું કે હું મારી સરકાર વિરૃદ્ધ બોલી શકતી નથી. કોઈ વાત ઊઠાવવા માટે હું જીતુ પરવારી અને તુલસી સીલાવતને ધીમેથી કહું છું કે તમે કંઈક કરો આગળ હું સંભાળી લઈશ. તેની પાછળનું કારણ જણાવતા સુમિત્રા મહાજને કહ્યું કે, ઈન્દોરના વિકાસમાં હું રૃકાવટ કરવા ઈચ્છતી નથી. સાથોસાથ તેણીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસના કેબિનેટમંત્રી જીતુ પટવારીમાં મારા શિષ્ય બનવાના તમામ ગુણ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit