હાલારની સગીરાનું અપહરણ કરી જનાર આરોપીને યુવતી સાથે એસઓજીએ ઝડપયા

વાડીનાર તા. ૧૭ઃ ખંભાળીયાના વાડીનારમાંથી એક તરૃણીનું અપહરણ થયું હતું. જેની સામે શંકાની સોય તાણવામાં આવી હતી તે શખ્સને સગીરા સાથે દ્વારકા એસઓજીએ ખંભાળીયામાંથી અટકાયતમાં લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના વાડીનારમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીનું સિકકાનો ઈનાયત અનવર ભગાડ નામનો શખ્સ નસાડી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. ઉપરોક્ત ગુન્હાની તપાસમાં વાડીનાર પોલીસ સાથે દેવભૂમિ દ્વારકા એસઓજી પણ જોતરાઈ હતી. જેમાં સ્ટાફના ઈરફાન ખીરા, હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.એમ. પટેલની સૂચનાથી એસઓજી સ્ટાફ વોચમાં રહ્યો હતો. તે દરમ્યાન આરોપી ઈનાયત ભગાડ ગુરૃવારે ખંભાળીયાના સલાયા ફાટક પાસેથી તે સગીરા સાથે ચાલીને જતો મળી આવ્યો હતો. એસઓજીએ બન્નેની અટકાયત કર્યા પછી તેઓનો કબજો વાડીનાર પોલીસને સોંપ્યો છે. આરોપીને તબીબી ચકાસણી માટે ખસેડવામાં આવ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit