Advertisement

જામનગર મહાનગરપાલીકા દ્વારા કોન્ટ્રાક્ટ-ફોટોગ્રાફી ખર્ચ માટેની માહિતી આપવામાં ગલ્લા, તલ્લા કરાતા આયોગની કડક સૂચના

માહિતી અધિકાર હેઠળ સંતોષકારક જવાબ નહીં મળતા અપીલ થઈ હતીઃ

જામનગર તા. ર૧ઃ જામનગરના સામાજિક કાર્યકર દ્વારા માહિતી અધિકારના કાયદા હેઠળ ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અને મહાપાલિકામાં ચાલતા કોન્ટ્રાક્ટ અંગે માહિતી માંગી હતી, પરંતુ સંતોષકારક માહિતી નહીં મળતા તેમણે માહિતી આયોગ સમક્ષ અપીલ કરી છે. આથી આયોગ દ્વારા કડક સૂચના અપાઈ છે.

માહિતી આયોગ દ્વારા સંબંધીત અધિકારીને સૂચના અપાઈ છે કે, વિવાદી-પ્રતિવાદીને સાંભળી પ્રથમ અપીલનો નિર્ણય કરવો તથા સમયમર્યાદામાં નિર્ણય નહીં કરવાના કારણોની સ્પષ્ટતા કરતો અહેવાલ આયોગને મોકલવો અને પ્રથમ અપીલનો નિર્ણય કરી ફરજ યોગ્ય રીતે બજાવવા તાકીદ કરી છે.

અરજદાર દ્વારા માહિતી માંગવામાં આવી હતી કે છેલ્લા ૩ વર્ષમાં મહાનગરપાલિકાએ કેટલા રૃપિયાની સ્ટેશનરી ખરીદી કરી? ફોટોગ્રાફી માટે કેટલા રૃપિયા ચૂકવ્યા? આ રકમ કોને ચૂકવાઈ મહાનગરપાલિકા દ્વારા ક્યા ક્યા કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે જે અંગે સંતોષકારક માહિતી નહીં મળતા માહિતી આયોગમાં અપીલ કરવામાં આવી છે. જેથી આયોગ દ્વારા વિગતવાર સ્પષ્ટતા કરતો અહેવાલ માંગવામાં આવ્યો છે અને પ્રથમ અપીલ અધિકારીને ફરજ યોગ્ય રીતે બજાવવા તાકીદ કરવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit