Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ, બે લાખનો દંડ

દંડની રકમ વળતર પેટે ચૂકવાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા એક શખ્સ સામે અદાલતમાં રૂ।.ર લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી શ્યામ ગ્રીન સોસાયટીમાં રહેતા નૈમિષ મહેશભાઈ બાવીસી પાસેથી જામનગરની સત્યમ્ કોલોની નજીક વસવાટ કરતા ચિરાગ ગોકળભાઈ ગોરીયાએ રૂ।.ર લાખ હાથઉછીના લઈ ગયા માર્ચ મહિનાનો ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફર્યા પછી ચિરાગ ગોરીયાને નોટીસ પાઠવી અદાલતમાં નૈમિષ બાવીસીએ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી ચિરાગ ગોકળભાઈ ગોરીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ।.ર લાખનો દંડ ભરવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh