Advertisement

જામ્યુકોમાં કા. ઈજનેરની ખાલી જગ્યા ભરવાની માંગણી સાથે કોંગ્રેસના ધરણાં

ડીએમસીને પાઠવાયું આવેદનપત્ર

જામનગર તા. ર૯ઃ જામનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક ઈજનેરની ચાર જગ્યા ખાલી છે. તેના ઉપર નિમણૂંક કરવાની માંગણીને ધ્યાને લેવામાં નહીં આવતા આજે કોંગ્રેસના કોર્પોરેટર સહિતનાઓ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી કાર્યાલય પાસે ધરણાં કરવામાં આવી રહ્યાં છે અને નાયબ કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવાયું છે.

જામનગર વોર્ડ નં. ૪ ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રજૂઆત કરી હતી કે, જામનગર મહાનગરપાલિકામાં પાંચ માંથી ચાર કાર્યાપાલક ઈજનેરની જગ્યા ખાલી પડી છે. અને ચાર્જથી કામ લેવાતું હોવાથી અમુક અધિકારીઓ ઉપર કામનું ભારણ વધુ રહે છે.

આ બાબતે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી અને ધરણાં કરવાની ચિમકી પણ અપાઈ હતી. પરંતુ તેઓની રજૂઆત અન્વયે કોઈ કાર્યવાહી નહીં થતા આજે સ્ટેન્ડીંગ કમિટી કાર્યાલય પાસે ધરણાં કરવામાં આવ્યા હતાં. જેમાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સાથે જેનબબેન ખફી, ધવલ નંદા, મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરા, નૂરમામદ પલેજા ઉપરાંત સહારાબેન મકવાણા, સુભાષ ગુજરાતી, આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ સહિતનાઓ જોડાયા હતાં. આ ધરણા સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં કરવામાં આવનાર છે.

આ દરમિયાન ડીએમસીને આવેદનપત્ર પણ પાઠવાયું હતું અને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit