Advertisement

જામનગર જિલ્લાના ધ્રોળ, જોડિયામાં માત્ર હળવા વરસાદી ઝાપટા વરસ્યા

વરસાદી વાતાવરણની વચ્ચે માત્ર છાંટાઃ

જામનગર તા. ર૪ફ જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર છાંટા પડી રહ્યા છે. ગઈકાલે છ માંથી બે તાલુકા મથકે માત્ર હળવા ઝાપટા વરસ્યા હતાં. આ સિવાય જિલ્લામાં કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી. જામનગરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. ગઈકાલે જોડિયામાં આઠ મી.મી. અને ધ્રોળમાં બે મી.મી.નું હળવું ઝાપટું વરસ્યું હતું. તેવી જ રીતે ગ્રામ્ય પંથકમાં હડિયાણામાં સાત મી.મી., બાલંભામાં પાંચ મી.મી., લતીપુરમાં ૩ મી.મી. અને લૈયારામાં ૯ મી.મી.નું હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ સિવાય જિલ્લામાં કોઈ નોંધપાત્ર વરસાદ થયો ન હતો, જ્યારે લોકો હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit