Advertisement

જીએસટી રિફંડના દાવા માટે આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત

સીબીઆઈસીએ નિયમો સુધાર્યા

નવી દિલ્હી તા. ર૭ઃ કેન્દ્ર સરકારે જીએસટી રિફંડ માટે આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત કરાયું છે.

કેન્દ્ર સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઓથેન્ટિફિકેશનને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે. જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્યા છે. જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ૧ જાન્યુઆરી, ર૦રર થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઈલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્ટ કર્યું છે તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેંચાણ રિટર્ન ફાઈલ કરી શકશે નહીં.

આ જાહેરનામું ૧૭ સપ્ટેમ્બરે લખનૌ જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોને અનુસરે છે. કરચોરીને પકડવા માટે સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અને અધિકૃત હસ્તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણિકરણ ફરજિયાત બનાવ્યું છે. એમ એએમઆરજી બેન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટર રજત મોહને જણાવ્યું હતું. ઈવાયના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડન દાવો કરવા માટે આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત બનાવ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit