Advertisement

પાણીથી અસરગ્રસ્ત વિસ્તારમાં પીઆઈની ટૂકડીએ કર્યું રેસ્કયૂ

પીઆઈ ભોયે તથા ડી સ્ટાફે ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોને પૂરી પાડી મદદઃ

જામનગર શહેરમાં ગઈકાલે વરસેલા ભારે વરસાદ વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસના વરસાદના કારણે રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં તે પાણી રંગમતી-નાગમતી નદીમાં ઘસી આવ્યા પછી નદીના પટની આજુબાજુમાં આવેલા ધુવાવ નાકા, નવાગામઘેડ, રામેશ્વરનગર, ગાંધીનગર પાછળ પૂનિતનગર વગેરે વિસ્તારોમાં તેમજ રાજ પાર્ક, અન્નપૂર્ણા ચોકડી સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતાં. બચાવ કામગીરી માટે જામ્યુકોની ફાયરબ્રિગેડની ટૂકડી તેમજ એસડીઆરએફની ટૂકડીઓ સાથે નેવીના જવાનો પણ જોડાયા હતા. તેમાં સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કમલેશ ભોયેના વડપણ હેઠળ પીએસઆઈ વાય. બી. રાણા તથા 'ડી' સ્ટાફે પણ રેસ્કયૂ કામગીરી શરૃ કરી હતી. પોલીસની ટૂકડી નવાગામઘેડના પાછળના વિસ્તાર તેમજ પૂનિતનગરમાં દોડી જઈ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ આરંભી હતી. જેમાં કેટલાક સ્થાનિક યુવાનોએ પણ સક્રિય સહયોગ આપ્યો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit