Advertisement

શ્રી મોટી હવેલીમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ

જામનગર તા. ર૧ઃ જામનગર સ્થિત શ્રી મોટી હવેલીમાં તા. ર૪-૭-ર૦ર૧ ને શનિવારે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુરુવંદનાનો સમય સવારે ૧૦ થી ૧ર અને સાંજે પ-૩૦ થી ૭-૩૦ રાખવામાં આવ્યો છે. કોરોના મહામારીના પગલે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ગુરુવંદના થશે, પરંતુ પૂજન કે ચરણસ્પર્શનો લાભ મળી શકશે નહીં. શ્રદ્ધાળુઓએ તેમના વાહનો ટ્રાફિકને અડચણરૃપ થાય તે રીતે પાર્ક ન કરવા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારીએ જણાવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit