Advertisement

જામનગરમાં ગઈકાલ કોરોના કેસમાં રાહતઃ મ્યુકરમાં એક કેસ નોંધાયો

જામનગર તા. ૨૫ઃ જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે રાહત જોવા મળી હતી અને જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જો કે, મ્યુકર માઈકોસીસમાં વધુ એક દર્દીનો ઉમેરો થયો છે.

જામનગરમાં ધીમા પગલે કોરોનાની પૂનઃ એન્ટ્રી થઈ રહી છે અને સમયાંતરે પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે જો કે, ગઈકાલે રાહત જોવા મળી હતી અને જિલ્લામાં કોઈ કેસ નોંધાયો ન હતો.

ગઈકાલ સુધીમાં જામનગર શહેર વિસ્તારમાં કુલ ૫૬૪૯૦૩ લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૧૮૪૪૩ લોકોના મળી કુલ ૮૮૩૩૪૬ લોકોના કોરોનાલક્ષી ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

જો કે ગઈકાલે મ્યુકર માઈકોસીસમાં એક દર્દીનો ઉમેરો થતાં કુલ દાખલ દર્દીની સંખ્યા ચારની થવા પામી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit