નિકાહમાંથી પરત આવેલા મહિલાના ચેઈન-વીટી-મોબાઈલવાળુ જાકીટ ચોરાયુ

જામનગર તા. ૧૩ઃ જામનગરના પટ્ટણીવાડમાં રહેતા એક મહિલા પોતાના સંબંધીને ત્યાં નિકાહમાંથી મોડીરાત્રે પરત ફર્યા પછી તેઓએ દીયરના સોનાના ચેઈન, વીટી, મોબાઈલ જેમાં હતાં તે જાકીટ ઓરડામાં રાખ્યું હતું. આ વસ્તુ મોડીરાત્રે બિલ્લીપગે ઘરમાં ઘૂસેલા એક શખ્સે ચોરી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ છે જ્યારે એક ગેરેજમાંથી વેલ્ડીંગ મશીનનો સવાસો મીટર વાયર ચોરાયો છે.

જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી પટ્ટણીવાડ પાસેની મુનાણા ફળીમાં વસવાટ કરતા મરીયમબેન અફઝલભાઈ નાખવા નામના મહિલા ગઈ તા. ૯ની રાત્રે પોતાના કૌટુંબિક ભાઈ શાબીરભાઈ બેલીમના નિકાહના પ્રસંગમાં હાજરી આપી ઘેર પરત ફર્યા હતાં. થાકી ગયેલા આ મહિલાએ પોતાના દીયર શામીર હનીફભાઈએ આપેલા સોનાના ચેઈન તથા વીટી અને સેમસંગ કંપનીના એક મોબાઈલ સાથેનું જાકીટ પોતાના ઓરડામાં રાખ્યા પછી તેઓ નિદ્રાધીન થયા હતાં.

ત્યારપછી જ્યારે સવારે મરીયમબેન જાગ્યા ત્યારે તેઓએ જ્યાં જાકીટ રાખ્યું હતું ત્યાં તપાસ કરી તો જાકીટ જોવા નહીં મળતા હાંફળાફાંફળા બનેલા મરીયમબેને શોધખોળ કરી હતી તેમ છતાં જાકીટ નહીં મળતા ત્રણ દિવસ સુધી તેની તપાસ કરવામાં આવી હતી. તે પછી ગઈકાલે મરીયમબેને રૃા. ૩૦,૦૦૦નો ચેઈન, રૃા. ૯૦૦૦ની વીટી અને રૃા. ૧૦૦૦નો મોબાઈલ તેઓ નિદ્રાધીન થયા તે પછી નવાઝખાન પઠાણ નામના શ્ે ઘરમાં ઘૂસી તેની ચોરી કર્યાની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી શકદારની પુછપરછ શરૃ કરી છે.

જામનગરના રાજપાર્કમાં રહેતા અને વાહનોમાં વેલ્ડીંગ કામ કરવાનું હાપામાં ગેરેજ ધરાવતા ધર્મેન્દ્ર નરેન્દ્રભાઈ સિદ્ધપુરાના ગેરેજમાં તા. ૧૧ની રાત્રીના નવ વાગ્યા પછી સવાર સુધીના સમયમાં કોઈ તસ્કર ઘૂસી ગયા હતાં.

સવારે ગેરેજે આવેલા ધર્મેન્દ્રભાઈને બનાવની જાણ થઈ હતી. તેઓએ ગેરેજમાંથી વેલ્ડીંગ મશીનમાં લગાડવામાં આવેલો આશરે સવા સો મીટર વાયર ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૃા. ૨૦,૦૦૦ના વાયરની ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

close
Ank Bandh
close
PPE Kit