Advertisement

ખાખરડાની પરિણીતાને અપાયો ત્રાસ

જામનગર તા. ૨૪ઃ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં રહેતાં પતિ તેમજ દિયર, સસરા સામે ત્રાસ આપ્યાની ભાટીયાની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાંં ફરિયાદ કરી છે.

કલ્યાણપુરના ભાટીયા ગામના ગણેશવાસમાં રહેતાં હર્ષિદાબેન દાનાભાઈ મકવાણા (ઉ.વ. ૩૦)ના લગ્ન કલ્યાણપુરના ખાખરડા ગામના જીવાભાઈ વશરામભાઈ પરમાર સાથે થયા પછી એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા પછી તેણીને સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.

આ પરિણીતાના પતિ જીવાભાઈને સસરા વશરામભાઈ રાણાભાઈ  તથા દિયર દુદાભાઈ ચઢામણી કરતા હતા. જેના કારણે મેણાટોણા મારી પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. તેનાથી વાઝ આવી જઈ પીયર પરત ફરેલા હર્ષિદાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit