Advertisement

છરી-ધોકા સાથે બે ઝડપાયા

જામનગર તા. ૨૯ઃ જામનગરના બેડેશ્વર તથા અંધાશ્રમ આવાસ પાસેથી પોલીસે બે શખ્સને અનુક્રમે છરી તથા ધોકા સાથે પકડી પાડયા છે. જામનગરના બેડેશ્વર રોડ પરથી ગઈકાલે સાંજે પસાર થતાં ગરીબનગર પાણાખાણ વાળા મામદ હાસમ છરેચા નામના શખ્સની પોલીસે તલાસી લેતાં તેના કબ્જામાંથી છરી મળી આવી હતી. અંધાશ્રમ આવાસ કોલોની પાસેથી ગઈકાલે સાંજે ધોકા સાથે પસાર થયેલા રણજિતસિંહ ઘેલુભા જેઠવા નામના શખ્સની પોલીસે અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit