| | |

જામજોધપુરના વિરપર પાસે બાઈક આડે ભુંડ ઉતરતા સર્જાયો અકસ્માત

જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના વિરપર ગામ પાસે બાઈક આડે ભુંડ ઉતરતા પાછળ બેસેલા એક યુવાનનું બાઈક સ્લીપ થવાથી ફેંકાઈ ગયા હતાં. તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

જામજોધપુર તાલુકાના વિરપર ગામના રાજેશભાઈ તથા ફીરોઝભાઈ નામના બે મિત્રો ગઈ તા. ૨૭ ઓગસ્ટના દિને મોટરસાયકલ પર વિરપરથી દવા લેવા માટે શેઠવડાળા જવા નીકળ્યા હતાં. આ વેળાએ ફીરોઝભાઈ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા.

ઉપરોક્ત વાહન જ્યારે વિરપરની સીમમાં પહોંચ્યું ત્યારે અચાનક જ રોડ પર દોડતું ભુંડ આડુ ઉતરતા ફીરોઝભાઈએ તેની સાથે ટકરાઈ ન જવાય તે માટે પ્રયત્નો કરતા હેન્ડલ પરનો કાબુ ગુમાવતા પાછળ બેસેલા રાજેશભાઈ (ઉ.વ. ૨૭) રોડ પર પછડાયા હતાં. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા રાજેશભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આ યુવાનનું ગઈ તા. ૩૧ ઓગસ્ટના દિને મૃત્યુ થયાનું જાહેર થયું હતું. આ બાબતની ગઈકાલે વિરપરના ગોવિંદભાઈ નાથાભાઈ બગડાએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળાના પીએસઆઈ એ.ડી. વાળાએ ફીરોઝ સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit