જામનગરમાં ખોટી બાંધકામ રજા ચીઠ્ઠી રદ કરવા અંગે રજુઆત

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં ખોટી બાંધકામ રજા ચીઠ્ઠી રદ કરવા, પેઢી સામે ફોજદારી નોંધી, આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરવાની માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.

જામનગરમાં રહેતા અતુલ જમનાદાસ ચુડાસમાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, ૬૦ વર્ષથી વારસાગત ભાડુત છીએ અને ૪૦ વર્ષથી વાણંદ કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ.

મહાનગર પાલિકાને વર્ષોથી દુકાનનો વેરો ભરપાઈ કરવામાં આવે છે. આ મારી દુકાનની બાજુની જગ્યાના પાછળના ભાગમાં ગુરૃકૃપા એન્ટરપ્રાઈઝ પેઢીના ભાગીદાર સાથે આર્કિટેક્ટ શૈલેષ જોષીની મદદથી અમારી દુકાન હૈયાત હોવા છતાં ખોટી રીતે ડીમોલીશન પ્લાન બનાવી મહાનગર પાલિકામાંથી પ્લાન પાસ કરાવાયો છે.

હકીકતે અમોએ કોઈ સહીઓ કરી નથી તો મારી દુકાન કોના દ્વારા પ્લાનમાં દર્શાવાઈ હતી? આ સ્થળે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ માટે મોટા કાગળો રજુ કરીને રજા ચીઠ્ઠી મેળવાઈ છે અને મહાનગર પાલિકાને ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે.

આથી ગુરૃકૃપા એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ફોજદારી કેસ નોંધવો જોઈએ અને આર્કિટેક્ટ શૈલેષ જોષીનું લાયસન્સ રદ કરવું જોઈએ. જરૃર પડ્યે અમો પરિવાર સાથે મહાનગર પાલિકામાં આત્મવિલોપન કરશું. તેવી પણ ચીમકી આ પત્રમાં આપવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit