Advertisement

જામનગર રેલવે સ્ટેશન ઉપરની પૂછપરછ બારી કાયમી ધોરણે બંધ કરાઈ

રેલવેની સુવિધામાં વધારાના બદલે ઘટાડોઃ

જામનગર તા. ર૦ઃ જામનગરના રેલવે સ્ટેશનમાં કાૃયરત પૂછપરછ બારી કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યા પછી તેને ખોલવામાં આવી નથી અને હવે તે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. આમ કોરોનાની આડશમાં જામનગરવાસીઓની વધુ એક રેલવેની સુવિધા બંધ થવા પામી છે.

જામનગરમાં રેલવેની સુવિધામાં વધારો થવો જોઈએ તેના બદલે ઘટાડો થઈ રહ્યો છે. આમ રેલવેના વિકાસની ગાડી પાટા ઉપર રીવર્સ ચાલતી હોય તેમ જણાઈ રહ્યું છે.

થોડા સમય પહેલા વર્ષોથી ચાલતી જામનગર-બાન્દ્રા (મુંબઈ) સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બંધ કરવામાં આવી હતી. હવે જામનગર રેલવે સ્ટેશન ઉપર કાર્યરત પૂછપરછ બારી બંધ કરી દેવામાં આવી છે.

રેલવે સ્ટેશન ઉપર મુસાફરો આ બારીમાંથી વિગતો જાણી શકતા હતાં કે ટ્રેન ક્યારે આવશે? કેટલી મોડી છે? ક્યા પ્લેટફોર્મ ઉપર આવશે? વગેરે માહિતી મળતી હતી, પરંતુ કોરોના કાળમાં આ બારી બંધ થયા પછી ક્યારેય ખુલ્લી જ નથી.

આ બાબતે રાજકોટ સ્થિત રેલવેના સંબંધિત અધિકારીના જણાવ્યા પ્રમાણે પૂછપરછ બારી કાયમ માટે બંધ કરવામાં આવી છે. કારણ કે હવે લોકો મોબાઈલ ફોનની એપમાંથી આ પ્રકારની તમામ માહિતી મેળવી લેતા હોવાથી પૂછપરછ બારીની જરૃર રહેતી નથી. આમ તો અનેક પ્રકારની સુવિધાઓ ઓન લાઈન ઉપલબ્ધ છે. તેથી શું કોઈ સેવા બંધ થઈ શકે ખરી? હવે જે થાય તે હાલ તો નગરજનોને એક સુવિધાનો ઘટાડો થયો છે તે નક્કી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit