આરબલુસની પરિણીતાની હત્યા કરવા અંગે પતિ, સાસુ, જેઠાણી સામે નોંધાયો ગુન્હો

જામનગર તા. ૧ઃ લાલપુરના આરબલુસમાં ચાર દિવસ પહેલાં એક પરિણીતાએ ગળાફાંસો ખાધો હોવાની પોલીસને જાણ કરાઈ હતી. મૃતકના પિતાએ પોતાની પુત્રીને જમાઈ સહિતના ત્રણે ત્રાસ આપી મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જ ગઈકાલે મૃતદેહનો પીએમ રિપોર્ટ આવતા આ પરિણીતાની ગળાટુપો આપી હત્યા કરાયાનું ખુલ્યું છે. પોલીસે પતિ, સાસુ, જેઠાણી સામે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા પતિએ તેણીની હત્યા કર્યાની કબુલાત આપી છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શકિતસિંહ રાજુભા જાડેજા સાથે ભાવનગરના ભંડારીયા ગામના પુર્ણાબા જયુભા ગોહિલના લગ્ન ગઈ તા.૩૧ જાન્યુઆરીના દિવસે થયા પછી ચારેક દિવસ પહેલાં પુર્ણાબાએ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની તેમના પિતા જયુભા કનુભા ગોહિલને જાણ કરવામાં આવતા તેઓ ભંડારીયાથી દોડી આવ્યા હતાં.

બનાવથી પોલીસને વાકેફ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ.માં ખસેડયો હતો. તે દરમ્યાન જયુભાએ પોતાની પુત્રીને લગ્નના ત્રણ મહિનામાં જ પતિ શકિતસિંહ, સાસુ રેખાબા અને જેઠાણી અનીતાબા અનોપસિંહે ત્રાસ આપી કવરાવવાનું શરુ કરી દીધું હોવાની અને તેઓના ત્રાસના કારણે જ પોતાની પુત્રીએ આત્મહત્યા કરી હોવાનું જણાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવેલા મૃતદેહની તપાસણી કરવામાં આવ્યા પછી મૃતદેહના ગળા પર રહેલા નિશાનો ગળાટુંપાના હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ગઈ હતી. પુર્ણાબાએ ગળાફાંસો નહીં ખાધો હોવાનુું પરંતુ તેણીને ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી દેવાયાનું જણાઈ આવતા પોલીસે મૃતકના પતિ શકિતસિંહની વિશિષ્ટ ઢબે પુછપરછ શરૃ કરતા તેણે વટાણા વેરી નાખ્યાં હતાં. તેણે પોલીસ સમક્ષ પોતાની પત્નીની હત્યા માતા-પિતા, ભાભી સાથે મળી કર્યાની કેફીયત આપતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે ખસેડવાની અને તે પછી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit