| | |

કલ્યાણપુરના રાણ ગામના નાલામાંથી સાંપડ્યો યુવાનનો કોહવાઈ ગયેલો મૃતદેહ

ખંભાળીયા તા. ૧૦ઃ કલ્યાણપુરના રાણ ગામના વાડી વિસ્તારમાં આવેલા એક નાલામાંથી ગઈકાલે સાંજે રાણ ગામના જ સતવારા યુવાનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના ભાઈએ તેની ઓળખ આપી છે. આ યુવાન વિરૃદ્ધ તેમના પત્નીએ ભરણપોષણ માંગતી અરજી અદાલતમાં કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વાડી વિસ્તારમાંથી પસાર થતા એક નાલામાંથી ગઈકાલે સાંજે એક અજાણ્યા પુરૃષનો મૃતદેહ જોવા મળતા કોઈએ પોલીસને તેમજ ૧૦૮ને જાણ કરી હતી. તેના પગલે દોડી ગયેલી એમ્બ્યુલન્સના સ્ટાફે પોલીસ કાફલા તથા અન્ય લોકોની મદદથી તે નાલામાંથી પુરૃષને બહાર કાઢી ચકાસણી કરતા તેઓ મૃત્યુ પામેલા જાહેર થયા હતાં.

પોલીસે અંદાજે ચારેક દિવસથી નાલામાં પડી રહેલા અથવા ઉપર ક્યાંયથી તણાઈને નાલામાં પહોંચેલા પુરૃષના કહોવાઈ ગયેલા મૃતદેહને જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડી આ યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી હતી. જેમાં રાણ ગામના જ મોહનભાઈ સતવારા નામના યુવાન ગુમ હોવાનું બહાર આવ્યું છે.

આ યુવાનના મોટાભાઈને પોલીસે બનાવના સ્થળે બોલાવી લઈ ઓળખ કરાવતા તેઓએ મૃતક પોતાનો ભાઈ મોહન જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. આ યુવાન સામે તેમના પત્નીએ અદાલતમાં ભરણપોષણ માંગતી અરજી પણ કરી હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે આ યુવાને આત્મહત્યા કરી છે કે તેની પાછળ બીજુ કોઈ કારણ છે તે શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit