Advertisement

હાલારી વિશા ઓશવાળ મહાજનના દાતાઓ દ્વારા પક્ષીઓ માટે એક ટ્રક ચણનું દાન

જામનગર તા.૧૪ઃ અબોલ, નિરાધાર પક્ષીઓનું જીવન બચાવવા ગ્રામ્ય વિસ્તારોમાં એક એક દાણા માટે ઝાવા મારે છે, આવા કપરા સમયમાં જીવદયા પ્રેમી પૂરીબેન મેપા કરમણ ગડા પરિવાર (જુવાર બાચકા - ૧૨૦) મણીબેન વેલજી જીવરાજ ગડા પરિવાર (જુવાર બાચકા-૧૨૦), જયસુખ ભારમલ સુમરિયા પરિવાર (રે. ટીંબડી) (જુવાર બાચકા-૨૫), પાચીબેન ગોસર ખેતશી નગરિયા પરિવાર (રે. દાતા) (જુવાર બાચકા-૨૫) (હાલ ભીવંડી - મુંબઈ) હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના દાતાઓ તરફથી એક ટ્રક (૧૨.૫ ટન) ચણનું પક્ષીઓ માટે દાન પ્રાપ્ત થયું છે.

આ ચણનું દાન મેળવવા જામનગર જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષોથી ચાલતી ચણ વિતરણ પ્રવૃત્તિના મુખ્ય્ સંચાલક તા.ખંભાળિયાના મૂળ ગામ ટીંબડીના હાલ મુલુંડ (મુંબઈ) રહેતા હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના આગેવાન ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભાઈ કરમણભાઈ ગડાએ જાતે દાન આપેલ છે.

ધનેરા કે ડંખ વગરની જુવાર બાચકા - ૨૩૦ તથા નાની ચકલીઓ માટે બાજરો બાચકા - ૪૦ની ખરીદી કરી આરધના ધામ - બાપા સીતારામ મઢુલીથી શરૃ કરી, ખંભાળિયા કલ્યાણપુર, ભાટીયા - બારાડી તથા દ્વારકાના તમામ ગામડાઓ, મંદિરો, આશ્રમો, દરગાહો, અંતરિયાળ વાડી વિસ્તારો તથા જંગલ વિસ્તારોમાં વકીલ નાનજીભાઈ સોનગરા મારફત પક્ષીઓ માટે એક ટ્રક ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પક્ષીઓ માટે ચણનું  દાન આપવા માગતી વ્યક્તિઓએ કાંતિલાલ મેપાભાઈ ગડા (મો. ૯૮૯૨૧ ૯૯૧૯૦), તથા નાનજીભાઈ સોનગરા (મો.૯૪૨૬૯ ૫૫૪૫૦)નો સંપર્ક કરવો.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit