ગુજરાતમાં મનરેગા યોજનામાં મોટાપાયે કૌભાંડ

ભુતિયા જોબકાર્ડ અને ચૂકવણાની ચોંકાવનારી વિગતોઃ

ગુજરાત રાજ્યમાં મનરેગા યોજનાના કામોમાં મોટાપાયે કૌભાંડ થયાનો ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા કોંગ્રેસના યુવાન ધારાસભ્ય જીગ્નેશ માવાણીએ કર્યો છે. બનાસકાંઠામાં મનરેગા કામમાં દસ કરોડ જેવું મસમોટું કૌભાંડ થયું છે. જેમાં કામ ન કર્યું હોય તેવા લોકોના બેંકમાં ખાતા ખૂલી ગયા છે, અને તેમના જોબકાર્ડ પણ બની ગયા છે. ટીડીઓની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. જીગ્નેશ માવાણીના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં રૃપિયા પચાસ કરોડનું કૌભાંડ થયું છે. જેમાં જિલ્લાના બાલીન્દ્રા ગામમાં જ રૃપિયા એક કરોડના ગોટાળા થયા છે. આ સમગ્ર કૌભાંડ અંગે કડકમાં કડક તપાસ કરી જવાબદારો સામે તાકીદે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે માંગણી કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit