જામનગર શહેર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પીઆઈ અન્યત્ર મૂકાયા

જામનગર તા. ૪ઃ રાજ્યના પોલીસબેડામાં ફરજ બજાવતા બિનહથિયારધારી વર્ગના ૩૪ પીઆઈ તથા ૫૧ પીએસઆઈની ગઈકાલે બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના એક તથા દેવભૂમિ દ્વારકાના એક પીઆઈની બદલી થઈ છે. રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા ગઈકાલે રાજ્યના પોલીસ મથકમાં ફરજ બજાવતા બિનહથિયારધારી વર્ગના ૩૪ પોલીસ ઈન્સ્પેક્ટરની અરસપરસ બદલી કરી છે. જ્યારે ૫૧ ફોજદારની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત હુકમમાં જામનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈની ફરજ બજાવતા જે.વી. રાઠોડની બદલી થઈ છે. આ અધિકારીને અમદાવાદ શહેરમાં મૂકવામાં આવ્યા છે જ્યારે અમદાવાદથી પીઆઈ પી.જી. મકવાણાને જામનગર નિયુક્તી મળી છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબીમાં ફરજ બજાવતા પીઆઈ એમ.ડી. ચંદ્રાવડીયાને ગાંધીનગર સ્થિત ઈન્ટેલીજન્સ બ્રાંચની વડી કચેરીમાં મૂકવામાં આવ્યા છે. ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એલસીબીમાં નિયુક્ત થયેલા પીઆઈ ચંદ્રાવડીયાની ૨૬મી બદલી થઈ છે. આ અધિકારીએ પોલીસ પરિવારને સાથે રાખી ગયા વર્ષે નવરાત્રિમાં મહોત્સવ યોજ્યો હતો. તે ઉપરાંત ખંભાળીયામાં સામાજિક કાર્યો, રક્તદાન કેમ્પ રાખવાની સાથે પોલીસની કાર્યવાહી જેમાં દારૃ, જુગારના દરોડા, ગુન્હાઓનું ડીટેક્શન પણ સફળતાપૂર્વક કર્યું હતું. પ્રથમ લોકડાઉનથી જ તેઓએ જરૃરિયાતમંદ લોકો માટે ભોજનની કીટ વિતરણનું કાર્ય પણ કરાવ્યું હતું. છેલ્લે તેઓએ રૃા. ૩૦ લાખની ઠગાઈનો કેસ ડીટેક્ટ કર્યો હતો. જે ૫૧ ફોજદારની બદલી થઈ છે તેમાં બન્ને જિલ્લાના એકપણ પી.એસ.આઈ.નો સમાવેશ થતો નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit