Advertisement

આવતીકાલે મુખ્યમંત્રી દ્વારકામાંઃ બેઠક યોજાઈ

ખંભાળિયા તા. ર૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચમાં આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી પ્રવાસી સુવિધાઓ વિક્સાવવા તથા સિગ્નેચર બ્રીજની કામગીરીના રીવ્યુ માટે મુલાકાત લેનાર છે. જેના આયોજન અન્વયે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને આ કાર્યક્રમ સુપેરે સંપન્ન થાય તે માટે જરૃરી સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિકલ જોષી, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા ઉપસ્થિત રહ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit