જામનગર તા. ૧૩ઃ જામનગરના ગુલાબનગર નજીકના વાંઝાવાસમાં ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાના કૂટતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતાં. જામનગરના ગુલાબનગર વિસ્તાર ૫ાસે આવેલા વાંઝા વાસ નજીક ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા ગુલાબનગર પોલીસ ચોકીના પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી સુનિલભાઈ મનસુખભાઈ ગોહિલ, અકબર ઈકબાલભાઈ મકવાણા, અલ્તાફ ઓસમાણભાઈ ગરાણા, ફીરોઝ સતારભાઈ ચુડેસરા તથા આરીફ નુરમામદ સંઘાર નામના પાંચ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૩૩૨૦ રોકડા કબજે કરી પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.