Advertisement

ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ પ્લાન થશે મોંઘાઃ મોબાઈલ ધારકોના બીલ ૩૦% જેટલા વધશે

વોડાફોન-આઈડિયાની સેવાઓના ચાર્જ વધશેઃ

નવી દિલ્હી તા. ર૯ઃ ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ પ્લાન મોંઘા થતા મોબાઈલ ફોનધારકોના બીલમાં ૩૦ ટકા જેવો વધારો થશે. કેટલાક પ્લાન મોંઘા થયા છે. અન્ય ટેરિફ પ્લાનમાં વધારો થઈ રહ્યો છે.

દેશના કરોડો મોબાઈલ યુઝર્સ ફોનનું બીલ આવતા ૬ મહિનામાં તેના ઓછામાં ઓછું ૩૦ ટકા વધશે. તેનું કારણ એ છે કે, ભારતી એરટેલ અને વોડાફોન ઈન્ડિયા તેમના ટેરિફ ઓફર વધારવાની યોજના બનાવી રહ્યા છે. એરટેલે તેમના પ્રિપેડ યુઝર્સ માટે એન્ટ્રી પ્લાન ૬૦ ટકા મોંઘા કરી દીધો છે. પહેલા તે ૪૯ રૃપિયાનો પ્લાન હતો તે હવે ૭૯ રૃપિયા કરી દીધો છે.

આવતા ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં વધારાની તૈયારીઓ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વોડાફોન આઈડિયાએ પણ કેટલાક સર્કલ્સમાં આ પ્રકારનો તેનો ટેરિફ પ્લાન મોંઘો કર્યો છે અને ટૂંક સમયમાં લાગુ કરવાની યોજના છે.

ભારે દેણામાં ડૂબેલી વોડાફોન ઈન્ડિયાને તેમનું અસ્તિત્વ બચાવા માટે આવું કરવું ખૂબ જ જરૃરી બન્યું છે. ટેલિફોન ઈન્ડસ્ટ્રીના સબ્સક્રાઈબ બેસમાં ૯૦ ટકાથી વધુ પ્રિપેડ યુઝર્સ છે. અગાઉ એરટેલે ગયા સપ્તાહે તેમના એન્ટરપ્રાઈઝ કસ્ટમર્સ માટે એન્ટ્રી લેવલ પોસ્ટપેડ પ્લાનની રકમ વધારવા અને રિટેલ યુઝર્સ માટે પણ ઓફર્સમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો હતો. વોડાફોન આઈડિયાએ પણ તેમના કોર્પોરેટ કસ્ટમર્સ માટે બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન હેઠળ ડેટા બેનિફિટ્સમાં ઘટાડો કર્યો હતો. બન્ને કંપનીઓ ખાસ કરીને વોડાફોન આઈડિયા ટેરિફ અને એવરેજ રેવેન્યુ પર યુઝર વધારવા પર જોર આપી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ તેનું કારણ એ છે કે, ટેલિફોન માર્કેટની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો એઆરપીયુ ગ્રોથની કિંમત પર તેજીથી યુઝર્સને જોડવામાં લાગી છે.

તેઓનું કહેવું છે કે, વોડાફોન આઈડિયાને ડિસેમ્બર ર૦ર૧ થી એપ્રિલ ર૦રર સુધી રર હજાર કરોડ રૃપિયાથી વધુની ચૂકવણી કરવાની છે તેના માટે રોકડની જરૃર છે અને તાત્કાલિક ટેરિફ વધારવાથી જ રોકડ મળી શકે છે. એરટેલનો શેર બીએસઈ ઉપર પ.૦૮%ની તેજી સાથે પ૬૭.૯૦ રૃપિયા પર બંધ થયો, જ્યારે વોડાફોન આઈડિયાનો શેર ૦.૪૮ ટકાના ઘટાડાની સાથે ૮.૩૭ રૃપિયા પર બંધ થયો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit