Advertisement

સહકારી કાયદાઓ, એ રાજ્ય સરકારનો વિષય છેઃ સુપ્રિમ કોર્ટ

હાઈકોર્ટના ચુકાદા સામે કેન્દ્રની અપીલ ફગાવાઈઃ

અમદાવાદ તા. ર૧ઃ કેન્દ્ર સરકારે વર્ષ ર૦૧૧ માં ૯૭ મો બંધારણીય સુધારો કરી સહકારી કાયદાઓમાં કેન્દ્ર સરકારને અમુક સત્તાઓ આપી હતી. વર્ષ ર૦૧૩ માં ગુજરાત હાઈકોર્ટે આ સુધારાઓ રદ્ કર્યા હતાં અને હવે સુપ્રિમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને આજે બહાલી આપી છે અને ઠેરવ્યું છે કે, સહકારી કાયદાઓ અને જાહેરનામા એ રાજ્ય સરકારનો વિશેષ વિષય છે.

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા સામે કેન્દ્ર સરકારે કરેલી અપીલ સુપ્રિમ કોર્ટે ફગાવી છે. વર્ષ ર૦૧૩ માં ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, સહકારી ક્ષેત્ર એ રાજ્ય સરકારના વિશેષ વિષયની વસ્તુ છે. તેને લગતી કામગીરીમાં કેન્દ્ર સરકાર રાજ્ય પર કોઈ નિયંત્રણ લાદી શકે નહીં. આ ચૂકાદા સામે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારની અપીલ ફગાવતા નોંધ્યું છે કે ૯૭મા બંધારણીય સુધારા માટે ૫૦ % રાજ્યોની વિધાનસભાનું સમર્થન જરૃરી હતું, પરંતુ આવું કોઈ સમર્થન લેવામાં આવ્યું નહોતું. તેથી આ સુધારામાં સહકારી ક્ષેત્ર અંગે કરવામાં આવેલી નવી જોગવાઈઓ રદ કરવામાં આવે છે.

જો કે આ ચુકાદા મુદ્દે સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની ખંડપીઠમાં વિભિન્ન અભિપ્રાય જોવા મળ્યા હતાં. જેમાં જસ્ટિસ આર.એફ. નરીમન અને  જસ્ટિસ સી.આર. જોસેફ આ સુધારાના ભાગ-૯-બી ને યથાવત રાખ્યો હતો કારણ કે, આ જોગવાઈ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સંસ્થાઓને લગતી છે. જયારે જસ્ટિસ કે.એમ. જોસેફ આ સમગ્ર બંધારણીય સુધારાને રદ કરવાના મતમાં હતાં. જેથી ખંડપીઠે ભાગ ૯-બી સિવાયના સહકારી ક્ષેત્રને લગતા તમામ સુધારાઓ રદ કર્યા છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit