Advertisement

ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-૧૯ વેક્સીનને સરકારે આપી માનવ પરીક્ષણ માટેની મંજુરી

નવી દિલ્હી તા. ૩૦ઃ ભારતમાં તૈયાર થયેલી પ્રથમ સ્વદેશી કોવિડ-૧૯ વેક્સીનને માનવ પરીક્ષણ માટેની મંજુરી આપવામાં આવી છે. ભારત તરફથી કોવેક્સીન નામની રસીને ડેવલોપ કરવામાં આવી છે. ભારત બાયોટેકએ આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને તેને વિકસિત કરી છે.

દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ કોરોના વાઈરસને નાથવા રસી વિક્સિત કરવાના પ્રયાસમાં લાગી ગયું છે. વેક્સીન અને જેનેરિક દવાઓના અગ્રણી નિર્માતા ભારતને આ દોડમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવાની આશા છે. જેમાં કેટલીય સંસ્થાની વિભિન્ન દવાઓની સાથે કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ સરકારની તરફથી કહેવામાં આવ્યું હતું કે ૩૦ ગ્રુપ વેક્સીન બનાવાના કામમાં લાગેલા છે. દુનિયાભરમાં કેટલીય કંપની આ કામમાં લાગેલી છે. ગયા સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કહ્યું હતું કે બ્રિટનની એસ્ટ્રાજેનેકા આ વેક્સીનને બનાવાની ખૂબ નજીક છે. ઓક્સકોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા આ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit