Advertisement

કાલાવડના નીકાવામાંથી અંગ્રેજી શરાબની ત્રેવીસ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

અન્ય ત્રણ દરોડામાં ચપલાં-બોટલ સાથે ચાર ઝબ્બેઃ

જામનગર તા. ૨૪ઃ કાલાવડના નીકાવા ગામ પાસેથી શીશાંગ ગામનો એક શખ્સ અંગ્રેજી શરાબની ૨૩ બોટલ સાથે પકડાઈ ગયો હતો. જ્યારે ડેરી ગામના બે શખ્સ દસ ચપલાં સાથે ઝબ્બે થયા હતા. ઉપરાંત રાજપાર્ક પાસેથી એક શખ્સ બે બોટલ સાથે અને એક શખ્સ હિંગળાજ ચોકમાંથી બોટલ સાથે પકડાયો હતો.

કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા નિકાવા ગામ પાસે ગઈકાલે સાંજે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન શીશાંગ ગામ તરફથી આવી રહેલા નિર્મળસિંહ ચંદ્રસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતાં આ શખ્સના કબ્જામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ત્રેવીસ બોટલ મળી આવી હતી. પોલીસે જે થેલામાં બોટલ રાખવામાં આવી હતી તે થેલો તથા રૃા. ૧૧,૫૦૦ની કિંમતના શરાબના જથ્થા સાથે નિર્મળસિંહ જાડેજાની ધરપકડ કરી છે. આ શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે બપોરે ડેરી ગામના અનિરૃદ્ધસિંહ સહદેવસિંહ જાડેજા ઉર્ફે અની તથા લખુભા ઉર્ફે લક્કીરાજસિંહ ગોપાલસિંહ જાડેજા નામના બે શખ્સને પોલીસે રોકાવી ચેક કરતાં અંગ્રેજી શરાબના દસ ચપલાં મળી આવ્યા હતા.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર અઠાવનમાં આવેલા હિંગળાજ ચોક પાસેથી ગઈકાલે રાત્રે હિરેન રમેશભાઈ ડોડિયા ઉર્ફે હીરો ખવાસ નામનો શખ્સ શરાબની બોટલ સાથે પકડાઈ ગયો હતો.

જામનગરના રાજપાર્ક વિસ્તાર પાસેથી ગઈકાલે રાત્રે ગુલાબનગરના ક્રિષ્ના પાર્કવાળા ફિરોઝ જુમાભાઈ સુધાગુનિયા નામના શખ્સને પોલીસે રોકાવી તેની તલાસી લીધી હતી. જેમાં આ શખ્સના કબ્જામાંથી અંગ્રેજી શરાબની બે બોટલ મળી આવી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit