હાલારમાં બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ અદા કરી નમાઝઃ દુઆ માંગી

જામનગર તા. ૧ઃ જામનગરમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ના દિવસે જામનગર શહેર જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા સરકારના આદેશ અનુસાર મસ્જિદમાં ચાર વ્યક્તિ અને ઘરે-ઘરે ઈદની નમાઝ અદા કરી અલ્લાહનો શુક્ર ગુજારી સર્વે માટે દુઆ કરવામાં આવી હતી.

આપણા દેશમાંથી કોરોના વાયરસનો ખાત્મો થઈ જાય તે માટે મસ્જિદોમાં અને ઘરે-ઘરે દુઆ કરવામાં આવી હતી. ઈદની ખાસ ખરીદી કરવામાં મંદી જણાતી હતી. લોકો પાસે પૈસા ખૂટતા નિરસ વાતાવરણમાં  ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢથી મુંબઈના વરિષ્ઠ પત્રકાર અબ્બાસ બાપુ ચિશ્તીએ ટેલિફોનિક સંદેશા દ્વારા જામનગરવાસીઓને ઈદમુબારક પાઠવ્યા હતાં અને કહ્યું હતું કે, સર્વે જે જગ્યાએ હોવ ત્યાંથી દુઆ કરો કે આ મહામારીનો આપણા દેશમાંથી ખાત્મો થાય, ઘરે રહો, અને સલામત રહો તેવી ખાસ દુઆ કરો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit