હવે પ્લાસ્ટિકની થેલી-ઝબલાની ઝુંબેશઃ પ્રજા પરેશાન

ખંભાળિયા તા.૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલા કોરોના સંદર્ભમાં માસ્ક અંગે ૧૦૦૦ રૃા. દંડ, હાઈવે પર હેલ્મેટ અંગે ૫૦૦ રૃા. દંડ ની સતત કાર્યવાહીમાં લાખો રૃપિયા દંડ પછી હવે લોકો હાઈવે પર હેલ્મેટ તથા ગામમાં માસ્ક વગર નથી નીકળી રહ્યા ત્યારે વધુ એક દંડાત્મક કાર્યવાહીમાં પ્લાસ્ટિકની થેલી ઝબલાથેલી પર પ્રતિબંધ અંગે તાજેતરમાં ખંભાળિયા શાક માર્કેટ વિસ્તારમાં ચેકીંગ દંડ કરતા શાકભાજી વિક્રેતા ત્રાસી ગયા હતાં.

હાલ કોરોના મહામારીમાં ધંધો, વેપાર, નોકરી નથી તેમાં માસ્ક દંડ, હેલ્મેટ દંડ અને હવે પ્લાસ્ટીક દંડ શું કરવું ??

જો કે પ્લાસ્ટિક ઝબલા થેલી પર પ્રતિબંધ છતાં તેનું છૂટથી વેંચાણ થાય છે તો ચેકીંગ કરનાર કર્મચારીના ઘરના જ પ્લાસ્ટિક થેલી લઈને નીકળે છે !!

પ્લાસ્ટિક થેલીના ઉપયોગ બાબતે સમજુતી અને જાગૃતતા લાવવા પણ તંત્રને અનુરોધ કરાયો છે પછી કડક પગલા ભરવાની પણ માંગ કરાઈ છે.

close
Ank Bandh
close
PPE Kit