Advertisement

ધ્રોળ નગરપાલિકામાં ભાજપના સદસ્યનું રાજીનામુંઃ ચર્ચા જાગી

જામનગર તા. રપઃ ધ્રોળ નગરપાલિકાના ભાજપના સદસ્ય દ્વારા સોશ્યલ મીડિયા મારફત સભ્ય પદે અને પક્ષમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. આથી ભાજપમાં ચર્ચા જાગી છે. ધ્રોળ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સદસ્ય ભરત વાણિયાએ ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપવાની સોશ્યલ મીડિયા મારફત જાણ કરી છે. પક્ષમાં નારાજગીના કારણે રાજીનામું આપવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ધ્રોળ શહેર ભાજપ પ્રમુખ સમીર શુક્લને ભાજપ વોટ્સઅપ ગ્રુપમાં પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામાની જાણ કરીને તેઓએ ગ્રુપ છોડી દીધું હતું. આમ ધ્રોળ ભાજપમાં સખળડખળ શરૃ થયું હોય તેમ જોવા મળી રહ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit