Advertisement

કોરોના મહામારીના ભય સાથે લોકડાઉનમાં કામ ધંધા વગર આર્થિક સ્થિતિમાં પીડાતી પ્રજા પર પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારોઃ 'કીડીને કોષનો ડામ'

જામનગર તા. ૩૦ઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવે સર્વાધિક ઊંચાઈએ પહોંચી અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસ-કેરોસીન પરની સબસિડીના અટપટા ગણિત હજુ સુધી કોઈ સામાન્ય જનતાને સમજમાં આવ્યું નથી. જીએસટી આવ્યો, પણ તેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને બાકાત રાખવામાં આવી, એક્સાઈઝ ડ્યુટીના વધારા-ઘટાડાથી સરકારને અને ખાનગી રિફાઈનરીઓને શું નફો-નુક્સાન થાય છે તે તો માત્ર નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ જ જાણે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, આંતરરાષ્ટ્રીય ચલણમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયાનું મૂલ્ય, આ તમામ બાબતો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ સંકળાયેલા રાખવામાં આવ્યા છે.

અત્યારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત અગાઉના ભાવની સરખામણીમાં ઘણી ઓછી છે. રાજ્ય સરકારોએ પોતપોતાના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પર અલગ અલગ દરના વેટ લાગુ પાડ્યા છે, તેમાં કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી વધારામાં...

આ તમામ ગુંચવાડાભરેલી સ્થિતિમાં ભારતમાં છેલ્લા પંદર દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક લીટરે રૃા. ૯ થી ૧૦ જેવો તોતિંગ વધારો થઈ ગયો છે. દરરોજ પ૦ પૈસા, એક રૃપિયો, રપ પૈસા જેવા ભાવ વધારા કરી કરીને અંતે રૃા. દસ જેવો ભાવ વધારો થઈ ગયો છે.

કોરોના મહામારી, લોકડાઉનમાં કામ-ધંધા-વેપાર વગરની જનતા અત્યંત ખરાબ આર્થિક સ્થિતિમાં આવી ગઈ છે, ત્યારે આ ભાવ વધારો કીડીને કોષનો ડામ જેવી સજા થઈ હોય તેવી હાલત સમગ્ર દેશમાં ગરીબ, શ્રમિક, નાના ધંધાર્થીઓ, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ સહિત સૌની થઈ ગઈ છે.

સરકારની આવી એકતરફી આપખૂદશાહી ભરેલી ભાવ વધારાની નીતિ-રીતિના કારણે પ્રજા મૂંગા મોઢે ગુંગળાઈ રહી છે. કોંગ્રેસ જેવા વિરોધપક્ષે જ્યાં જ્યાં વિરોધ કરવાના કાર્યક્રમ કર્યા ત્યાં આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી વિરોધનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. આપણા દેશમાં લોકશાહી શાસન પ્રણાલીમાં હવે પ્રજાને પીડા આપતી ગંભીર સમસ્યાનો વિરોધ પણ કરવાની મનાઈ હોય તેવી ચિંતાજનક સ્થિતિ થઈ રહી છે. પ્રજાએ ચૂંટી કાઢેલા નેતા જ પજાની પીડા સમજી શકતા નથી, અથવા શાસકપક્ષના પ્રજાના પ્રતિનિધિઓ કાં તો પ્રજાને પરેશાન થતી જોઈને મૂછમાં હસી પોતાના સત્તાના મદમાં રહે છે અથવા તો પક્ષની શિસ્તના નામે મોઢે તાળા લગાવી પક્ષના ઉચ્ચ નેતાઓની પરાણે વાહવાહ કરવામાં વ્યસ્ત છે!

પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવમાં પ૦ પૈસા જેવો પણ વધારો થતો ત્યારે હાલના શાસક પક્ષના બોલકા નેતાઓ કોંગ્રેસના સત્તાકાળ સમયે રસ્તાઓ પર આવી દેકારો મચાવી દેતા હતાં... જે રીતે સોશ્યલ મીડિયામાં ર૦૧૪ ની ચૂંટણીઓ સમયે ભાજપના નેતાઓએ જાહેર સભાઓમાં મનમોહનસિંહ સરકારની પેટ્રોલ-ડીઝલના ભાવ, ડોલર સામે રૃપિયાની સ્થિતિ અંગે આક્રમક પ્રચાર કર્યો તેના ભાષણો ફરી રહ્યા છે અને આવા પ્રચારના કારણે જ કદાચ દેશની જનતાએ દેશનું સૂકાન ભાજપને સોંપ્યું હતું! પણ હવે આ ભાષણો સાંભળીને લોકો હાલની સ્થિતિની સરખામણી કરીને ચર્ચા કરી રહ્યા છે કે 'ભાઈસાહેબ' ભાષણમાં પાવરધા હોવું એક વાત છે, પણ ૧૩૦ કરોડની વસતિવાળા દેશનું તમામ બાબતોનું ધ્યાન રાખીને શાસન ચલાવું સહેલું નથી!

હાલ તો ગુજરાતમાં શાળા-કોલેજોમાં ફી માફીનો પ્રશ્ન જે રીતે ગંભીર સ્વરૃપ ધારણ કરી રહ્યો છે તે રીતે સમગ્ર દેશ સાથે ગજુરાતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો પણ પ્રજાના આક્રોશનું કારણ બની રહ્યા છે. રાજકીય જાણકાર અને નિષ્ણાતોના મત પ્રમાણે રાજ્ય સરકાર ધારે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પોતાના રાજ્યમાં જરૃર થોડી-ઘણી રાહત આપી શકે તેમ છે. ગુજરાત સરકારને છેલ્લા પખવાડિયામાં જ એક અંદાજ પ્રમાણે રૃપિયા એક હજાર કરોડ જેવી કામણી થઈ છે. રાજ્ય સરકાર વિવિધ રાહત પેકેજોમાં લોન/સહાયની જાહેરાતો કરી રહી છે, તે નાણાનો કે યોજનાનો લાભ તો મળે ત્યારે... પણ અત્યારે તો પ્રજાના ખિસ્સામાંથી રાજ્ય સરકાર કરોડો રૃપિયા દરરોજ ખંખેરી રહી છે.

રાજ્ય સરકાર ધારે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડી રાહત આપે અને શિક્ષણ ક્ષેત્રે શાળા-કોલેજોમાં ફી માફીની યોજના કરીને આ Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit