Advertisement

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે ડો.નીમાબેન આચાર્યની સર્વાનુમત્તે વરણી

ઉપપ્રમુખપદ માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામનેઃ

ગાંધીનગર તા. ર૭ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર આજથી શરૃ થયું છે. વિધાનસભાના અધ્યક્ષપદે ડો. નિમાબેન આચાર્યની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમને અધ્યક્ષની ખુરશી સુધી લઈ જઈ સન્માન કર્યું હતું.

વિધાનસભાના ઉપાધ્યક્ષ મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં સહમતિ સધાઈ નથી. કોંગ્રેસ દ્વારા ડો. અનિલને ઉમેદવાર બનાવાશે, જ્યારે ભાજપ જેઠા ભરવાડને મેદાનમાં ઉતારશે.

વિધાનસભાની બેઠક શરૃ થાય તે પૂર્વે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પક્ષના ધારાસભ્યોની બેઠકમાં ગૃહમાં કયા મુદ્દા ઊઠાવવા તે અંગે ચર્ચા કરી હતી.

ગૃહ શરૃ થયું તે પહેલા કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ નવા બનાયેલા મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.

વિધાનસભા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને અધ્યક્ષની સામેની બેઠક ફાળવવામાં આવી છે. નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં પ્રવેશ્યા ત્યારે સભ્યોએ પાટલી થપથપાવી તેમને આવકાર્યા હતાં. કોંગ્રેસના પરેશ ધાનાણી, શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખે તેમની બેઠક પાસે જઈને અભિનંદન-શુભેચ્છા પાઠવ્યા હતાં.

ગૃહના પરિસરમાં કોંગ્રેસના વિક્રમભાઈ માડમ તથા પૂર્વ મંત્રી હકુભાએ બે મિનિટ માટે ગપસપ કરી હતી. જ્યારે પૂર્વ મંત્રી જવાહર ચાવડા પણ શૈલેષ પરમાર સાથે વાતચીત કરતા દેખાયા હતાં.

ગૃહમાં પૂર્વ મંત્રીઓને ટ્રેઝરી બેન્ચની જમણી બાજુ એક સાથે બેઠક ફાળવવામાં આવી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit