| | |

ફલ્લામાં સંસદ સભ્ય ૫ૂનમબેન માડમની આગેવાની હેઠળ યોજાઈ સંકલ્પયાત્રા

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સંસદસભ્ય પૂનમબેન માડમની આગેવાની હેઠળ સંકલ્પયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચન કરી જળ સંગ્રહ, વૃક્ષ જતન અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. ફલ્લાના સરપંચ લલીતાબેન ધમસાણીયા, ઉપસરપંચ કમલેશ ધમસાણીયા, વેલજીભાઈ ધમસાણીયાએ પૂનમબેનનું સ્વાગત કર્યું હતું. આ સંકલ્પ યાત્રામાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રફૂલ્લાબા જાડેજા, મનહરસિંહ જાડેજા, લગધીરસિંહ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પાલાભાઈ કરમુર, દિલીપભાઈ ભોજાણી, નિકુલસિંહ, હરીભાઈ ખીમાણીયા, મનોજભાઈ ચાવડીયા, ભનાભાઈ, સુધાબેન વગેરે આગેવાનો જોડાયા હતા.                        (તસ્વીરઃ મુકેશ વરિયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit