Advertisement

ચેક પરતના કેસમાં છૂટકારો

જામનગર તા. ૨૯ઃ વડોદરાના એક આસામી સામે ખંભાળિયાની અદાલતમાં બે વર્ષ પહેલાં ચેક પરતની ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવવામાં આવ્યો છે.

વડોદરાના રહેવાસી અજિત મધુકર સોનવાલ નામના આસામી સામે ખંભાળિયાની અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આસામીએ સંબંધ દાવે રૃા. ચાર લાખની રકમ હાથ ઉછીની લીધા પછી આપેલો ચેક બેંકમાંથી પરત  ફર્યો હતો.

ઉપરોકત કેસ ચાલી જતાં આરોપીના વકીલ પ્રતીક એમ જોષીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit